જીયોગ્રીન

જીયોગ્રીન એક તમારું સરેરાશ જૈવિક ખાતર નથી તે તો એક વૈજ્ઞાનિક શોધ છે, જેની રચના તમારી માટીની કાયાકલ્પ સુધારવા  માટે થઈ છે. જીયોગ્રીન જૈવિક કાર્બનથી ભરપૂર અને તંદુરસ્ત માટીના પાયો ગણાતું અને નિર્જન થઈ ગયેલા ખેતરોમાં નવા પ્રાણ ફૂંકે છે. કાર્બનથી નાઇટ્રોજનનો ૧૦:૧ નો સચ્ચોટ ગુણોત્તર લહેરાતા પાક માટે જરૂરી હોય એટલું જ સચોટ પોષણ તેને પ્રાપ્ત થાય તેની ખાતરી આપે  છે.

તેનો વિશિષ્ટ ફોર્મ્યુલા પીએચના સ્તરનું નિયમન કરે છે, માટીના માળખાંને સુધારે છે તથા પાણી અને પોષણને જાળવી રાખવાની ક્ષમતા વધારે છે. આ વ્યાપક અભિગમ તમારી માટીની છુપી ક્ષમતાઓને ઉજાગર કરે છે અને તમારા પાકનું સંવર્ધન કરવાની તેની ક્ષમતાને મહત્તમ સ્તરે લઈ જાય છે. મૂલ્યવર્ધિત કાચી સામગ્રી અને લાભદાયી સૂક્ષ્મજીવોનું અમારી સંસ્થાનું  આ મિશ્રણ વિજ્ઞાનથી સમર્થિત છે, જે તમારી માટીની અંદર કુદરતી વિકાસને પ્રોત્સાહન આપે છે.

જીયોગ્રીન એ ફક્ત માટીને સુધારતું નથી, તે માટીના સ્વાસ્થને સુધારવા માટેનો એક ક્રાંતિકારી અભિગમ છે, જેની મદદથી તમે મબલખ પાક લણી શકો છો.

પાકની કેટેગરી મુજબની ભલામણ અહીં નીચે આપવામાં આવેલી છેઃ

પાક માત્રા 
કિગ્રા/એકર થેલી (૫૦ કિગ્રા) / એકર
અનાજના પાક (ડાંગર, ઘઉં, મકાઈ, જુવાર વગેરે), દાળ (તુવેર, અડદ, મગ વગેરે) અને તેલિબિયાં (મગફળી, સોયાબીન, તલ, રાઈ, મેન્થા વગેરે) ૫૦૦ ૧૦
ડુંગળી, જીરું અને શાકભાજી (ટામેટા, મરચાં, ગાજર, મૂળો, ભીંડા, રીંગણ, કેપ્સિકમ, કોબીજ, ફુલાવર, વટાણા વગેરે) ૫૦૦ ૧૦
આદુ, હળદર, બટાકા, તમાકુ, અનાનસ, તરબૂચ ૧૦૦૦ ૨૦
ફળોના પાક (સફરજન, દ્રાક્ષ, કેળા, ખાટા ફળો, કેરી, લિચી, નાસપતિ, જામફળ, પપૈયું, દાડમ વગેરે) ૧૦૦૦ - ૧૨૦૦ ૨૦ થી ૨૪
બાગાયતી પાક (સોપારી, ઇલાયચી, રબર, કૉફી, ચા વગેરે) અને શેરડી ૧૫૦૦ ૩૦

તમારા ખેતરની ક્ષમતાને ઉજાગર કરોઃ જીયોગ્રીન અને રાલિગોલ્ડનું અદભૂત સંયોજન

જીયોગ્રીન અને રાલિગોલ્ડનું સંયોજન તમારા ખેતરની સાચી ક્ષમતાને ઉજાગર કરવાની કૂંચી છે.

જીયોગ્રીન તમારી માટીને તંદુરસ્ત વિકાસ માટેનો સચ્ચોટ આધાર પૂરો પાડીને તેને સમૃદ્ધ બનાવે છે.

રાલિગોલ્ડ મૂળ અને પાકનો સારી રીતે વિકાસ કરે છે, જેના પરિણામે અનેક વધુ  લાભ મળે છેઃ

  • માટીનું સ્વાસ્થ્ય અને માઇક્રોબિયલ (સૂક્ષ્મજીવો) ની પ્રવૃત્તિ સુધરે છે.
  • ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા અને પાણીને જાળવી રાખવાની ક્ષમતા સુધારે છે.
  • અજૈવિક અને જૈવિક એમ બંને પ્રકારના તણાવ સામે વધુ સારો પ્રતિરોધ પૂરો પાડીને પાકને મજબૂત બનાવે છે.
  • તમારી ઊપજની ગુણવત્તા સુધારે છે અને માત્રાને વધારે છે.

પ્રિય ખેડૂતો, આ નવીનીકરણ અને સ્થિરતાને અપનાવો. જીયોગ્રીન અને રાલિગોલ્ડ તમારી માટી અને મૂળના સંરક્ષકો છે, જે મબલખ ઉપજ અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરે છે.

ઉજ્જવળ ભવિષ્યને પામવા માટે અમારી સાથે જોડાઓ, તો ચાલો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા જમીનનું સંવર્ધન કરીએ અને આવનારી અનેક પેઢીઓ માટે સમૃદ્ધિના બીજ રોપીએ.

તમારી માટીનું સશક્તિકરણ કરો તમારા મૂળની વૃદ્ધિ કરો. જીયોગ્રીન અને રાલિગોલ્ડની સાથે સમૃદ્ધ બનો

icon હમણાં જ પૂછપરછ કરો