જ્યાં માટી જ કૃષિની જીવાદોરી છે, તેવા ભારતના ગ્રામ્ય વિસ્તારો એક છુપી કટોકટીનો સામનો કરી રહ્યાં છે - અહીં આ મૂલ્યવાન કુદરતી સંસાધનોનું સતત અધઃપતન થઈ રહ્યું છે. માટીને ખરેખર ‘આંતરિક જીવનની આત્મા’ ગણવામાં આવે છે. આથી, માટીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવું અને આગામી પેઢીને સારી ગુણવત્તાની માટી આપવી એ આપણી રાષ્ટ્રીય ફરજ છે. પૂરતી માત્રામાં જૈવિક ખાતરો અને બાયોલોજિકલ નો ઉપયોગ ના કરવો તથા તેના પોષણનું અસંતુલન સર્જાય તે રીતે તેને આપવું એ માટીનું સ્વાસ્થ્ય ખરાબ થવા પાછળના પ્રાથમિક કારણો છે. સમયાંતરે ખાતર આપવાથી મળતી પ્રતિક્રિયા ઘટી જવાથી પાક માટે આવશ્યક સિંચાઈની સંખ્યા વધવી અને અળસિયા ઓછાં દેખાવા એ માટીના કથળી રહેલા રાસાયણિક, ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યને સૂચવે છે.

તો બીજી તરફ, આપણાં દેશની ખાદ્ય અને પોષણ સુરક્ષાને પહોંચી વળવા માટે ગુણવત્તાયુક્ત આહારની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પોષકતત્વો પૂરાં પાડવા અને કૃષિમાં સ્થાયી વિકાસની ખાતરી કરવા માટે તંદુરસ્ત અને વૈવિધ્યસભર માટીની જરૂર પડે છે. માટીનું સ્વાસ્થ્ય કથળવાથી પાકના ઉત્પાદનની ગુણવત્તા પ્રભાવિત થાય છે અને કૃષિમાંથી થતી આવક પણ ઘટે છે. દરેક બિયારણ અને દરેક ઉગી રહેલું મૂળ તંદુરસ્ત પાકનું વચન આપે છે; તથા ઇન્ટીગ્રેટેડ  ન્યુટ્રીએન્ટ મેનેજમેન્ટ (આઇ.એન.એમ) આ વચનને પૂરું કરવા માટેની એકમાત્ર સ્થાયી વ્યૂહરચના છે. ‘જૈવિક ખાતર’  આ વ્યૂહરચનાના ખૂબ જ મહત્વના ઘટકો છે - જે તે માટીમાં ઉગી રહેલા મૂળના સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટીના સ્વાસ્થ્યને સુધારે છે. જૈવિક કાર્બન એ માટીના સ્વાસ્થ્યને સુધારવાની આધારશિલા છે, જે માટીના માળખાંને સ્થિર બનાવે છે, પાણીને જાળવી રાખવાની અને તેના ગુણધર્મોનો પ્રસાર કરવાની તેની ક્ષમતા સુધારે છે, માટીના પીએચને લગભગ ન્યુટ્રલ ઝોન સુધી લાવીને સ્થિર કરે છે, માટીના તાપમાનને અતિશય વિચલનથી બચાવે છે, લાભદાયી શુષ્મ જીવો ની સંખ્યાને સુધારે છે અને છોડને વધુ પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. આથી, ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર ઉપલબ્ધ કરાવવું એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જૈવિક ખાતર ઉપલબ્ધ પોષકતત્વોનો ઉપયોગ સુધારે છે અને તેમને સ્વસ્થ્ય રીતે ખોરાક લઇ રહેલા મૂળિયાની નજીક લઈ આવે છે.

‘વિજ્ઞાનના માધ્યમથી ખેડૂતોની સેવા’ કરવાના અમારા મિશનને અનુરૂપ રહીને રાલિઝ  સ્વસ્થ માટીમાં ઉગી રહેલા સ્વસ્થ મૂળની ખાતરી કરવા માટે બે શક્તિશાળી ઉપાયો લઈને આવી છે. જીયોગ્રીન® એ આપણાં દેશની એકમાત્ર પેટન્ટ અને વૈજ્ઞાનિક રીતે સમૃદ્ધ બનાવવામાં આવેલું જૈવિક ખાતર છે, જે તમારી માટીના સ્વાસ્થ્યને સુધારવાની ખાતરી આપે  છે અને અમારી ભલામણો મુજબ લાંબા સમય સુધી તેનો સતત ઉપયોગ કરવા પર તેને જાળવી પણ રાખે છે. રાલિગોલ્ડ® જ્યાં ખોરાક કરનારા મૂળ પહોંચી શકતા નથી તેવી માટીમાંથી છોડને પાણી અને પોષકતત્વો વધુ સારી રીતે ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા માટે વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલું માયકોરાઇઝલ બાયો-ફર્ટિલાઇઝર છે. મૂળના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેનો વિકાસ કરવાના પરિબળ તરીકે કામ   ધરાવે છે. તમારા ખેતરમાં દર વખતે નવા પાકની શરૂઆતમાં આ બંનેને એકસાથે આપો તથા સ્થાયી અને સમૃદ્ધ કૃષિનો આનંદ માણો.

તમારા ખેતરની માટીનું સશક્તિકરણ કરો તમારા પાકના મૂળની વૃદ્ધિ કરો. જીયોગ્રીન અને રાલિગોલ્ડ ની મદદથી સમૃદ્ધિને પામો

જીયોગ્રીન

માટીને પોષકતત્વોથી સમૃદ્ધ બનાવનારું, પીએચને સંતુલિત કરનારું અને જૈવિક કાર્બનનો શ્રેષ્ઠ સ્રોત ગણાતું પેટેન્ટ કરાવેલું જૈવિક ખાતર.

રેલિગોલ્ડ

બાયો-ફર્ટિલાઇઝર મૂળની મજબૂતાઈ, માઇક્રોબાયલ પ્રવૃત્તિ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

 
જીઓગ્રીન + રાલીગોલ્ડ - એક બહેતર સમાધાન ! Rallis India Limited !
img
icon હમણાં જ પૂછપરછ કરો